એક્ટ્રેસ સોનમ કપૂર સ્ટાઈલ આઈકોન છે. તે પોતાના લુકથી ફેન્સને ઈન્સ્પાયર કરે છે. એક્ટ્રેસ જ્યાં પણ જાય છે તેનો લુક્સ હંમેશા ચર્ચામાં રહે છે. હવે સોનમ પેરિસ ફેશન વીક પહોંચી હતી.
સોનમની બહેન રિયા કપૂરે પેરિસ ફેશન વીકના સોનમ કપૂરના લુકની ઘણી તસવીરો શેર કરી છે.
સોનમ કપૂરનો આખો લુક વાયરલ થયો છે. તેણે ઓલ બ્લેક લુક પહેર્યો હતો. એક્ટ્રેસે બ્લેક કલરનો ફુલ સ્લીવ ગાઉન પહેર્યો હતો.
તેણે મિડલ પાર્ટેડ હેરસ્ટાઈલ અને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. સોનમની જ્વેલરી આખા લુકનો હાઇલાઇટ પોઇન્ટ હતો.
સોનમે તેના લુક સાથે નોઝ પીન અને ઈયરકફ પહેર્યા હતા. સોનમ પોતાના લુકથી દરેકને પ્રેરણા આપી રહી છે. એક્ટ્રેસે તેના લુકને હાઇ બૂટ સાથે ક્મ્પ્લીટ કર્યો.
સોનમની વાત કરીએ તો તે હાલ મોટા પડદા પરથી ગાયબ છે. તે તેના અંગત જીવન પર ધ્યાન આપી રહી હતી.
હવે સોનમ કમબેક કરવા માગે છે. એક વાતચીતમાં સોનમે કહ્યું- મને એક્ટર બનવું ગમે છે. મારા પ્રોફેશનને કારણે મેં ઘણા પાત્રો ભજવ્યા છે અને મને અલગ-અલગ રોલ કરવા ગમે છે.
ઉલ્લેખનીય છે કે, સોનમ છેલ્લે બ્લાઈન્ડમાં જોવા મળી હતી. આ ફિલ્મ 2023માં રિલીઝ થઈ હતી. આ સિવાય તેણે AK VS AKમાં સ્પેશિયલ અપિયરન્સ આપ્યું હતું.