ઘર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો જાણો વિવિધ બેંકોના હોમલોનના વ્યાજ દરો

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા હાલમાં સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે. આ બેંક હોમ લોન પર 8.35%ના દરે વ્યાજ વસૂલે છે. 75 લાખની 20 વર્ષની હોમ લોન પર માસિક EMI ₹63,900 હશે.

બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, ઇન્ડિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડસઇન્ડ બેંક અને IDBI બેંક 8.4% ના વ્યાજ દરે હોમ લોન ઓફર કરે છે. 75 લાખની 20 વર્ષની હોમ લોન પર માસિક EMI ₹64,200 હશે.

કેનેરા બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 8.5%ના વ્યાજ દરે હોમ લોન ઓફર કરે છે. 75 લાખની 20 વર્ષની હોમ લોન પર માસિક EMI ₹64,650 હશે.

કોટક મહિન્દ્રા બેંક હોમ લોન પર 8.7% વ્યાજ વસૂલે છે. 75 લાખની 20 વર્ષની હોમ લોન પર માસિક EMI ₹64,550 હશે.

એક્સિસ બેંક 8.75% ના વ્યાજ દર સાથે સસ્તી હોમ લોન ઓફર કરે છે. 75 લાખની 20 વર્ષની હોમ લોન પર માસિક EMI ₹65,775 હશે.

ICICI બેંક હોમ લોન પર 9% વ્યાજ વસૂલે છે. 75 લાખની 20 વર્ષની હોમ લોન પર માસિક EMI ₹66,975 હશે.

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા હોમ લોન પર 9.15%ના દરે વ્યાજ વસૂલે છે. 75 લાખની 20 વર્ષની હોમ લોન પર માસિક EMI ₹67,725 હશે.

ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક, HDFC, હોમ લોન પર 9.4% વ્યાજ દર વસૂલે છે. 75 લાખની 20 વર્ષની હોમ લોન પર માસિક EMI ₹68,850 હશે.

યસ બેંક હોમ લોન પર 9.4% વ્યાજ વસૂલે છે. 75 લાખની 20 વર્ષની હોમ લોન પર માસિક EMI ₹68,850 હશે.