ભારતીય ટીમના મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાની બે તસવીરો હાલ જોરદાર વાયરલ થઈ રહી છે. જેમાં સ્મૃતિ અને તેનો બોયફ્રેન્ડ પલાશ મુછલ તેમની રિલેશનશિપને 5 વર્ષ પૂરા થતાં કેક કાપતા જોવા મળી રહ્યા છે.
પલાશ વર્ષ 2006માં મુંબઈ આવ્યો હતો અને શરૂઆતમાં એક એક્ટર તરીકે કેટલીક જાહેરાતો શૂટ કરીને કમાણી કરતો હતો.
પલાશની બહેન પલક અને સ્મૃતિએ આ ફોટા પર કોમેન્ટ કરી પ્રતિક્રિયા પણ આપી છે. સ્મૃતિએ કોમેન્ટ સેક્શનમાં 3 હાર્ટ ઇમોજી શેર કરીને તેના રિલેશનશિપ અફવાઓને વેગ આપ્યો છે.
પલાશ અને તેની મોટી બહેન પલક પણ ગરીબ બાળકો માટે ભંડોળ ઊભું કરવા સમગ્ર ભારતમાં સ્ટેજ શો કરે છે. પલાશની પહેલી ફિલ્મનું નામ ઢિશ્કિયાઉં હતું. જે 2013માં રિલીઝ થઈ હતી.
સ્મૃતિ મંધાનાના બોયફ્રેન્ડ પલાશના જન્મ વિશે વાત કરીએ તો તેનો જન્મ મે 1995માં થયો હતો અને તે મધ્યપ્રદેશના ઈન્દોરથી આવે છે.
એક માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં પલાશે ટી-સિરીઝ, ઝી મ્યુઝિક અને પાલ મ્યુઝિક માટે 40થી વધુ મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચુક્યો છે.