ભારતની 5 સૌથી મોટી હવાઈ દુર્ઘટનાઓ
12 જૂન, 2025ના રોજ, અમદાવાદમાં Air Indiaનું વિમાન રહસ્યમય સંજોગોમાં ક્રેશ થયું. જેમાં 240થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું. આ અકસ્માત ફરી એકવાર ભારતની હવાઈ સલામતી પર પ્રશ્નો ઉભા કરી રહ્યો છે.
વિમાન દુર્ઘટના: 1978 થી 2025 સુધી દેશને હચમચાવી નાખનારી ભારતની 5 સૌથી મોટી હવાઈ દુર્ઘટનાઓ વિશે જણાવી રહ્યાં છીએ
Charkhi Dadri mid-air collision (1996) ભારતનો સૌથી ખરાબ હવાઈ અકસ્માત, 349 લોકોના મોત થયા હતા. દિલ્હી નજીક બે વિમાનોની મધ્ય-હવાઈ ટક્કરે ઇતિહાસનો સૌથી ખતરનાક અકસ્માત નોંધાવ્યો. પાઇલટ્સની ખોટી માહિતી અને એર ટ્રાફિક કંટ્રોલની બેદરકારી આનું કારણ હતી
Air India 855 (1978) ટેક ઓફ થયાના 2 મિનિટમાં જ વિમાન સમુદ્રમાં ડૂબી ગયું. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મુંબઈ કિનારા નજીક આ વિમાન ક્રેશ થયું અને થોડીવારમાં જ 213 લોકોના મોત થયા હતા. આ પાછળ પાયલોટની દિશાહિનતા અને સાધન નિષ્ફળતાને કારણો માનવામાં આવતા હતા
Dubai-Mangalore flight crash (2010) બોઇંગ 737 રનવે પરથી લપસીને ખાડામાં પડી ગઈ હતી. 158 લોકોનાં મોત થયા હતા. રનવેની નબળી ડિઝાઇન અને પાઇલટની બેદરકારી આ અકસ્માતનું કારણ બન્યું હતું
Patana Alliance Air (2000) ફ્લાઇટ 7418 પટનામાં રનવે પર ઉતરતી વખતે અટકી ગઈ અને રહેણાંક વિસ્તારમાં પડી ગઈ. 60થી વધુ લોકોનાં મોત થયા હતા
Dubai-Kozhikode flight crash (2020) દુબઈથી કોઝિકોડ જતી ફ્લાઇટ રનવેને ઓવરશૂટ કરીને બે ભાગમાં તૂટી ગઈ હતી. 18 મુસાફરોના મોત થયા હતા. ભારે વરસાદ અને દૃશ્યતાનો અભાવ મુખ્ય કારણો હતા