MBBS ડૉક્ટર છે 'રામાયણ'ની 'સીતા', નેટવર્થ જાણી ચોંકી જશો
સાઈ પલ્લવી નીતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'માં સીતાની ભૂમિકા ભજવી રહી છે. સાઈ માત્ર એક શાનદાર અભિનેત્રી જ નથી, પરંતુ એક શિક્ષિત MBBS ડૉક્ટર પણ છે. જાણો તેની નેટવર્થ કેટલી છે.
સાઈ તેના નો-મેકઅપ લુક માટે જાણીતી છે. તે ફિલ્મોમાં પણ મેકઅપ વિના જોવા મળે છે, તેમ છતાં તેની ફેન ફોલોઈંગ ખૂબ જ શાનદાર છે.
તેણે તમિલ, તેલુગુ અને મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. ફિલ્મફેર એવોર્ડ્સ સાથે ઘણા ક્રિટિક્સ એવોર્ડ્સ પણ મળ્યા છે.
સાઈ પલ્લવી એક ફિલ્મ માટે 1.5 થી 2 કરોડ સુધીની ફી લે છે. જોકે, 'રામાયણ'ના બંને ભાગો માટે તેણે 12 કરોડ રૂપિયાની ફી લીધી છે.
સાઈ પલ્લવીએ જ્યોર્જિયાની 'Tbilisi State Medical University'માંથી MBBSનો અભ્યાસ કર્યો છે. તે એક સર્ટિફાઈડ ડૉક્ટર છે.
મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સાઈએ પોતાની કારકિર્દી ડાન્સ અને અભિનયમાં બનાવી. તેના અભિનયમાં નેચરલ અને સરળ લુક જ તેને સૌથી ખાસ બનાવે છે.
અભિનેત્રીની નેટવર્થની વાત કરીએ તો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાઈ પલ્લવી 47 કરોડની માલકીન છે.