'કહે તોસે સજના' ફેમ શારદા સિંહાએ દુનિયાને કહ્યું, અલવિદા

શારદા સિંહાએ 'હમ આપકે હૈ કૌન'માં વિદાય ગીત 'બાબુલ' ગાયું હતું, જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

પ્રખ્યાત લોકગાયિકા શારદા સિંહાનું મંગળવારે નિધન થયું છે.

સલમાન ખાનની પહેલી સુપરહિટ ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'નું ગીત 'કહે તોસે સજના' ગાયું હતું.

થોડા દિવસ પહેલા શારદા સિંહાની તબિયત લથડતા દિલ્હી AIIMSમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

શારદા સિંહાનો જન્મ 1 ઓક્ટોબર 1952ના રોજ સુપૌલના હુલાસ ગામમાં થયો હતો. તેઓએ 1970માં બેગુસરાયમાં લગ્ન કર્યા હતા

કલાના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ 1991માં પદ્મશ્રી પુરસ્કાર અને 2018માં પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.