ચહેરા પર ચણાનો લોટ અને હળદર લગાવવાથી થઈ શકે છે આ નુકસાન

સોર્સ : Google

ચણાનો લોટ અને હળદરનો ઉપયોગ ત્વચા રંગ નિખારવા માટે થાય છે. પરંતુ શું તમે જાણો છો કે જો તેને ખોટી રીતે લગાવવામાં આવે તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે? ચાલો તેના વિશે જાણીએ.

સોર્સ : Google

ડ્રાયનેસ: વારંવાર ચણાનો લોટ લગાવવાથી ત્વચાનું કુદરતી તેલ છીનવાઈ જાય છે, જેનાથી તે ખૂબ જ ડ્રાય અને ડલ દેખાય છે.

સોર્સ : Google

પીળા ડાઘ: હળદર લગાવવાથી ચહેરા પર પીળા ડાઘ પડી શકે છે, જે બહાર જતી વખતે દેખાવ બગાડી શકે છે.

સોર્સ : Google

બળતરા અને ખંજવાળ: હળદર દરેકની ત્વચાને અનુકૂળ નથી હ્હોતી. સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોને તેને લગાવ્યા પછી બળતરા, લાલાશ અથવા ખંજવાળ આવવા જેવી સમસ્યા થઈ શકે છે.

સોર્સ : Google

પિમ્પલ્સ: જો ત્વચા પહેલેથી જ ઓઈલી હોય, તો ચણાનો લોટ અને હળદરનો પેક ત્વચાના પોર્સને બ્લોક કરી શકે છે અને પિમ્પલ્સ વધારી શકે છે.

સોર્સ : Google

કુદરતી ભેજ ગુમાવવું: ચણાનો લોટ ત્વચામાંથી ભેજ ખેંચે છે. તેનો વારંવાર ઉપયોગ કરવાથી ચહેરો ખેંચાઈ શકે છે. સ્કિન એજિંગ જલ્દી દેખાઈ શકે છે

સોર્સ : Google

એલર્જીનું જોખમ: કેટલાક લોકોને હળદરમાં રહેલા કર્ક્યુમિનથી એલર્જી હોઈ શકે છે, જે પિમ્પલ્સ અને રેડનેસનું કારણ બની શકે છે. આ સિવાય ખોટી રીતે પેક લગાવવાથી ત્વચામાં બેક્ટેરિયા પ્રવેશી શકે છે, જેનાથી ઇન્ફેકશન લાગી શકે છે.

સોર્સ : Google