શ્વેતા તિવારી કામ કરતા વધુ પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં રહે છે.
શ્વેતા તિવારીએ બે વખત લગ્ન કર્યા અને બંને તૂટી ગયા. પહેલા લગ્ન રાજા ચૌધરી સાથે અને બીજા અભિનવ કોહલી સાથે કર્યા.
અત્યારે શ્વેતાનું નામ તેનાથી ઉંમરમાં 10 વર્ષ નાના એક્ટર ફહમાન ખાન સાથે જોડાઈ રહ્યું છે.
શ્વેતાના બીજા પતિ અભિનવ કોહલીએ પણ દાવો કર્યો છે કે બંને વચ્ચે અફેર ચાલી રહ્યું છે.
શ્વેતા તિવારી ફહમાન કરતા 10 વર્ષ મોટી છે. શ્વેતા અને ફહમાનને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે તેને અફવા ગણાવી.
ફહમાન ખાને કહ્યું કે, તેના અને શ્વેતા તિવારી વચ્ચે એકદમ એવા જ સંબંધો છે જેવા એક ગુરુ અને શિષ્ય વચ્ચે હોય છે.
જ્યારે શ્વેતા અને ફહમાનને તેમના અફેરને વિશે સાંભળવા મળ્યું તો બંને ખૂબ જોરથી હસી પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, શ્વેતા તિવારીને બે બાળકો છે. દીકરી પલક તિવારી અને દીકરો રેયાંશ કોહલી. એક્ટ્રેસની દીકરીએ પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર