શુભમન ગિલે બનાવ્યો વિરાટ કોહલી જેવો રેકોર્ડ, માત્ર બીજી વખત થયું આવું

સોર્સ : Google

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા શુભમન ગિલને ભારતના નવા ODI કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, કેપ્ટન તરીકે તેની ODI કારકિર્દી ખરાબ રીતે શરૂ થઈ હતી.

સોર્સ : Google

ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાને 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ગિલ એક અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો છે.

સોર્સ : Google

શુભમન ગિલ અગાઉ ટેસ્ટ અને T20Iમાં કેપ્ટન તરીકે પોતાની શરૂઆતની મેચ હારી ગયો હતો. પરિણામે, તે હવે એવા કેપ્ટનોની યાદીમાં જોડાયો છે જેમણે મેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાની પહેલી મેચ હારી છે.

સોર્સ : Google

શુભમન ગિલ ઈન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન તરીકે પોતાની પહેલી મેચ હારનાર બીજો ભારતીય કેપ્ટન છે. અગાઉ, ફક્ત વિરાટ કોહલી કેપ્ટન તરીકે તત્રણેય ફોર્મેટની પેહલી મેચ હાર્યો હતો..

સોર્સ : Google

શુભમન ગિલને 2024ના ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન પહેલીવાર T20I ફોર્મેટમાં કેપ્ટનશિપ કરવાની તક આપવામાં આવી હતી. આ સિરીઝની પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટમાં તેને કેપ્ટન તરીકે ઈંગ્લેન્ડ સામેની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

સોર્સ : Google

શુભમન ગિલ ઈન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન તરીકે પોતાની પહેલી મેચ હારનાર વિશ્વનો નવમો કેપ્ટન બન્યો છે.

સોર્સ : Google

ODI કેપ્ટન તરીકે, શુભમન ગિલ બેટિંગમાં સારું પ્રદર્શન કરવામાં પણ નિષ્ફળ ગયો. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તે 18 બોલમાં માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો.

સોર્સ : Google