શુભમન ગિલ ODIમાં વિશ્વનો નંબર-1 બેટ્સમેન બની ગયો છે. ગિલે બાબર આઝમને પાછળ છોડ્યો છે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત પહેલા ICC રેન્કિંગમાં મોટો બદલાવ જોવા મળ્યો છે.

ICC મેન્સ વન ડે બેટિંગ રેન્કિંગમાં ટોપ-10માં ભારતના ચાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શુભમન ગિલ નંબર-1, રોહિત શર્મા નંબર-3, વિરાટ કોહલી નંબર-6 અને શ્રેયસ અય્યર નંબર-9 પર છે.

શ્રીલંકાનો મહેશ તીક્ષણા વન ડેમાં નંબર-1 બોલર બની ગયો છે. તેને રાશિદ ખાનને પાછળ છોડીને આ ટેગ મેળવ્યો છે.

ભારતનો કુલદીપ યાદવ એક રેન્કના સુધારા સાથે ODIમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે.