'ભાભીજી ઘર પર હૈ'ની અંગૂરી ભાભીને બોલ્ડ સીન કરવામાં વાંધો નથી પરંતુ...

ટીવી પર અંગૂરી ભાભી બનીને લોકોને હસાવનાર શુભાંગી એક સારી અભિનેત્રી ઉપરાંત એક સિંગલ મધર પણ છે. શુભાંગીને નાનપણથી જ એક્ટિંગનો શોખ હતો.

તેણે માતા બન્યા બાદ એક્ટિંગમાં જંપલાવ્યું. લગભગ દોઢ દાયકા પહેલા તે 'કસૌટી ઝિંદગી કે'માં જોવા મળી હતી અને ત્યાર બાદ તેણે 'કસ્તુરી', 'હવન', 'ચીડિયા ઘર' જેવી સીરિયલ્સમાં કામ કર્યું છે. હવે શુભાંગી ઓટીટી પર પણ કામ કરવા ઈચ્છે છે.

શુભાંગીએ કહ્યું કે, 'હું ઓટીટી પર કંઈક એવું કરવા માંગું છું, જે મેં આજ સુધી નથી કર્યું. એવું પાત્ર જે વૈવિધ્યસભર હોય અને દર્શકોને પણ ચોંકાવી દે.'

અભિનેત્રીએ બોલ્ડ સીનના સવાલ પર કહ્યું, 'મને બોલ્ડ સીન કરવામાં કોઈ વાંધો નથી પરંતુ તે સૌંદર્યની દૃષ્ટિએ આકર્ષક હોવો જોઈએ. હું નથી ઈચ્છતી કે તે ખરાબ કે અશ્લીલ દેખાય.'

અભિનેત્રી કહે છે, 'હું બોલ્ડ સીન માટે તૈયાર છું પણ તે સારા અને સ્ક્રિપ્ટની માંગને અનુરૂપ હોવા જોઈએ. જો તેને શાનદાર અને કલાત્મક રીતે શૂટ કરવામાં આવે, તો મને કોઈ તકલીફ નથી.'

શુભાંગીનું માનવું છે કે, 'ઓટીટી સમાજને જે અભિગમ બતાવે છે તે અન્ય કોઈ પ્લેટફોર્મ બતાવતું નથી.'

કેટલીકવાર, આપણે દર્શકો સમક્ષ એક નવો અભિગમ રજૂ કરવાની જરૂર હોય છે, જે તેમને જીવનની વાસ્તવિકતા બતાવે. ઓટીટીની ઓડિયન્સ શહેરી છે અને તેઓ આ કન્ટેન્ટ સાથે રીલેટ કરી શકે છે.'

વધુમાં અભિનેત્રીએ કહ્યું કે, 'હું પોતે આવી સ્ટોરી સાથે રીલેટ કરી શકું છું. મારું માનવું છે કે આ કન્ટેન્ટમાં ફિલ્ટરિંગ હોવું જોઈએ, કારણકે મોટાભાગનું કન્ટેન્ટ આદર્શ નથી. હું માનું છું કે આ પરિવર્તનનો સમય છે અને આપણે તેને સ્વીકારવો પડશે.'

દિલ્હી ક્રાઈમ અને લિટલ થિંગ્સ અભિનેત્રીની ફેવરિટ વેબ સિરીઝ છે.

તેણે કહ્યું, 'દિલ્હી ક્રાઈમમાં હું શેફાલી શાહના અભિનયથી ખૂબ પ્રભાવીત થઈ અને લિટલ થિંગ્સમાં મને જીવનની નાની નાની ખુશીઓને સેલિબ્રેટ કરવાની ભાવના ખૂબ જ ગમી હતી.'