શ્રેયસ અય્યરે IPLમાં ઈતિહાસ રચ્યો... ગંભીર-ગાંગુલી પણ આ ન કરી શક્યા
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનના પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે.
આ સાથે KKR ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે ઈતિહાસ રચી દીધો છે. તેણે ગૌતમ ગંભીર-સૌરવ ગાંગુલીને પણ પાછળ છોડી દીધા છે.
IPL ઈતિહાસમાં પ્રથમ વખત KKR ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને પ્લેઓફ માટે ક્વોલિફાય થવા જઈ રહી છે.
શ્રેયસની કેપ્ટનશીપમાં જ આ શક્ય બની રહ્યું છે. આ પહેલા ગંભીરની કપ્તાનીમાં KKRએ 2012 અને 2014માં IPLનો ખિતાબ જીત્યો હતો.
ત્યારબાદ KKRની ટીમ બીજા સ્થાને હતી. જ્યારે ગાંગુલીએ પણ કેકેઆરની કેપ્ટનશીપ કરી છે, તે પણ આ સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી.
અત્યાર સુધી (16 મે), KKR 13 મેચમાંથી 9 જીત્યું છે, 3માં હાર્યું છે અને 1 વરસાદને કારણે ધોવાઈ ગઈ છે. આ રીતે ટીમના સૌથી વધુ 19 પોઈન્ટ છે.