Stree 2ની અભિનેત્રી શ્રદ્ધા કપૂરે તેની અભિનય કારકિર્દીની શરૂઆત ફિલ્મ 'તીન પત્તી'થી કરી હતી.

શ્રદ્ધા કપૂર મુંબઈમાં એક આલીશાન સી ફેસિંગ હાઉસમાં તેના આખા પરિવાર સાથે વૈભવી ઠાઠથી રહે છે.

'આશિકી 2' દ્વારા તેણે હિન્દી સિનેમા પર એવું પ્રભુત્વ જમાવ્યું કે વર્ષો પછી પણ ચાહકો તેની એક્ટિંગના દીવાના છે.

અભિનેત્રીએ અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આ જ કારણ છે કે આજે તે પોતાના દમ પર કરોડો રૂપિયાની માલિક બની ગઈ છે.

શ્રદ્ધા કપૂર પાસે મર્સિડીઝ-બેન્ઝ, BMW અને Audi Q7 જેવી ઘણી શાનદાર સુવિધાઓ ધરાવતી કારનું કલેક્શન છે.

શ્રદ્ધા કપૂરની સાદગી અને અભિનય બંને દર્શકોને પસંદ છે. આજે શ્રદ્ધા ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે.

શ્રદ્ધાની સોશિયલ મીડિયામાં જોરદાર ફેન ફોલોઈંગ છે. પ્રિયંકા ચોપરા બાદ આ અભિનેત્રીને ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવે છે.

ક્યુ ઈન્ડિયા અનુસાર, શ્રદ્ધા કપૂર નાની ઉંમરમાં લગભગ 123 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલિક બની ગઈ છે.

શ્રદ્ધાની ફીની વાત કરીએ તો આજે અભિનેત્રી એક ફિલ્મ માટે 7થી 15 કરોડ રૂપિયાની ભારે ફી લે છે.

શ્રદ્ધા કપૂર ફિલ્મો ઉપરાંત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે. આ માટે તેની ફી લગભગ 6 કરોડ રૂપિયા છે.