સાઉદી અરેબિયામાં આયોજિત રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને સ્પાઈડર મેન સ્ટાર એન્ડ્ર્યુ ગારફિલ્ડે પોતાના કામણ પાથરીને સુંદરતાને ચાર ચાંદ લગાવી દીધા.

બંનેએ એકસાથે ફોટો પડાવતા પહેલા હાથ મિલાવી વાતચીત કરી.

આ ભવ્ય ઈવેન્ટમાં, શ્રધ્ધા કપૂર મલ્ટી-કલર્ડ શીમરી વન ઑફ શોલ્ડર ગાઉનમાં જોવા મળી હતી, શ્રદ્ધાએ લાઈટ કર્લી હેરને ખુલ્લા રાખ્યા હતા.

તેણે કોઈ એક્સેસરીઝ અને પિચ લિપ કલર વગર પોતાનો લુક કમ્પ્લીટ કર્યો.

સ્પાઈડર મેન સ્ટાર એન્ડ્રુ ગારફિલ્ડ આઈવરી સૂટ, ચેક્સ શર્ટ અને ટાઈ પહેરીને રેડ કાર્પેટ પર પહોંચ્યો હતો.

રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ ઈવેન્ટ દરમિયાન બંને સ્ટાર્સ પોઝ આપતા જોવા મળ્યા હતા. બંનેના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

બોલિવૂડની બ્યુટી શ્રદ્ધા કપૂરે જુદા જુદા પોઝ આપી લોકોને આકર્ષિત કર્યા હતા. તેના લૂકના લોકો વખાણ કરી રહ્યા છે.

રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડની બ્યુટીફુલ બ્યુટી શ્રદ્ધા કપૂર અને સ્પાઈડર મેન સ્ટાર એન્ડ્ર્યુ ગારફિલ્ડે પણ હાજરી આપી હતી.