મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી ટૂંક સમયમાં પોતાની ફિયાન્સી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવાના છે.

અંબાણી પરિવારે ગયા મહિને જ અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગ પ્રસંગે ઈટાલી અને ફ્રાંસમાં ક્રૂઝ પાર્ટીનું આયોજન કર્યું હતું.

ક્રૂઝ પાર્ટીથી અનંત અને રાધિકાની અનેક તસવીરો પણ સામે આવી હતી જેમાં બંને ખૂબ સારા લાગી રહ્યા હતા.

હવે રાધિકાની ભાવિ જેઠાણી એટલે કે, આકાશ અંબાણીની વાઇફ શ્લોકા અંબાણી મેહતાની પણ અનેક તસવીરો સામે આવી છે.

શ્લોકા મેહતાનો ખૂબ જ સ્ટાઇલિશ અંદાજ સામે આવ્યો છે. શ્લોકાની આ તસવીરો તેની ફેશન ડિઝાઇનર બહેને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ફેશન ડિઝાઇનર અને કન્સલ્ટન્ટ દિયા મેહતા જાતિયાએ જણાવ્યું કે, મારી બહેન શ્લોકા, વર્સેસ સાથે કામ કરવા ઈચ્છતી હતી એેટલે અમે ડેટ્સ નક્કી થયા પછી જ અમારું કામ શરૂ કર્યું હતું.

આ પહેલી હાઉસ ડિઝાઇન હતી જેમાં અમે બંને જોડાયા હતા. તેમના માટે ખાસ ગાઉન તૈયાર કર્યું. આ ગાઉન તેમણે પાર્ટીના ત્રીજા દિવસે પહેર્યું હતું.

શ્લોકાના ગાઉનમાં સુંદર મરમેડ ટેક્સચર અને થાઇ-હાઇ સ્લિટ હતી. દીકરીના જન્મ પછીથી દીદીની બોડી સતત બદલાઈ રહી હતી એટલે ગાઉનને સ્ટાઇલ કરવું વધુ સરળ થઈ ગયું હતું.

શ્લોકાએ ગાઉન સાથે મેકઅપમાં સોફ્ટ ગુલાબી બ્લશ, કાજલ, આઇબ્રો અને વન સાઇડેડ હેરથી પોતાનું લુક કમ્પ્લીટ કર્યુ હતું.