Shefali Jariwalaને બાળપણમાં હતી આ બીમારી, 15 વર્ષ સુધી લડી લડાઈ

શેફાલી જરીવાલાના અવસાનના સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગઈ રાત્રે કાર્ડિયાક અરેસ્ટના કારણે એક્ટ્રેસનું નિધન થયું છે

એન્ટરટેઇનમેન્ટ જગતની ઘણી હસ્તીઓએ એક્ટ્રેસના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. પરંતુ શું તમે જાણો છો કે શેફાલી બાળપણથી જ એક બીમારીનો શિકાર હતી

શેફાલીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે બાળપણમાં જ એક બીમારીનો શિકાર બની હતી. આ બીમારીના કારણે જ તેણે એક મોટા બ્લોકબસ્ટર ગીત પછી પણ ઓછું કામ કર્યું હતું. 15 વર્ષ સુધી તેણે આ બીમારી સામે લડત આપી હતી.

એક્ટ્રેસે જણાવ્યું હતું કે તેને "15 વર્ષની ઉંમરે તેને ખેંચનો હુમલો થયો હતો. તે સમયે તેના પર અભ્યાસમાં સારું પ્રદર્શન કરવાનું ખૂબ દબાણ હતું."

"તણાવ અને ચિંતાના કારણે ખેંચ આવી શકે છે. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે, ડિપ્રેશનના કારણે પણ ખેંચ આવી શકે છે."

શેફાલીએ આ જ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેને સ્કૂલના વર્ગખંડમાં, રસ્તા પર ચાલતી વખતે, ગમે ત્યાં ખેંચ આવતી હતી. આનાથી તેનો આત્મવિશ્વાસ તૂટી રહ્યો હતો.

શેફાલીએ જણાવ્યું હતું કે તે આ બીમારીના કારણે ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં વધુ દેખાઈ ન હતી.

હવે તે પોતાની ખેંચની બીમારી વિશે વાત કરી શકે છે. પરંતુ તે સમયે તેના માટે આ વિશે વાત કરવી મુશ્કેલ હતી. તેણે 15 વર્ષ સુધી આ બીમારી સામે લડત આપી.

પરિવારના સમર્થનને કારણે તે પોતાની જાતે આ બીમારીમાંથી સાજી થઈ શકી હતી.