જ્યારે શાહરુખ ખાનના પિતા મીર તાજ મોહમ્મદ ખાને દુનિયાને અલવિદા કહ્યું ત્યારે તે માત્ર 15 વર્ષનો હતો. એક વાતચીતમાં તેણે પોતાના પિતા સાથેની છેલ્લી યાદો શેર કરી.

શાહરુખે ‘ધ અનુપમ ખેર શોઃ કુછ ભી હ સકતા હૈ’માં જણાવ્યું હતું કે તેની પાસે પિતાની છેલ્લી યાદ એ છે તેમણે તેની પાસે આઇસક્રીમ માગી હતી અને તેણે ખુદ તે લાવીને આપી હતી.

શાહરુખના મુજબ તેના પિતાને કેન્સર હતું અને તેમની સારવાર ચાલી રહી હતી. જ્યારે લાગ્યું કે તેઓ ઠીક છે તો તેમને ઘરે લાવવામાં આવ્યા. ઘરે આવ્યા પછી પિતાએ આઇસક્રીમ માગી અને શાહરુખ તે લઈને આવ્યો.

શાહરુખના મુજબ, તેની પાસે તેના પિતાની છેલ્લી યાદ એ છે કે તેણે તેના પિતાના પગ જોયા હતા, જે ઠંડા પડી ગયા હતા. તેણે તેમનો ચહેરો ન જોયો કારણ કે તેમને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું.

આગળ શાહરુખે કહ્યું કે, તેના પિતાએ ક્યારેય તેના પર કંઈ પણ બનવા માટે પ્રેશર નથી આપ્યું. તેમણે શાહરુખને એવું કહ્યું હતું કે તે એ બને જેનાથી તેને ખુશી મળે.

પિતાના નિધન બાદ તેની બહેન શહનાઝ પિતાના નિધન બાદ ડિપ્રેશનમાં જતી રહી હતી.

જ્યારે તે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેની બહેનનું સ્વિટ્ઝરલેન્ડમાં સારવાર ચાલી રહ્યું હતું.