એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણી અત્યારે પોતાની લેટેસ્ટ કારના લીધે ચર્ચામાં છે.

અંબાણીનું કાર કલેક્શન હંમેશથી શાનદાર રહ્યું છે. એવું કહેવામાં આવે છે કે તેમના ગેરેજમાં 150થી વધુ કાર છે, જેમાં નીતા અંબાણીએ હાલમાં ખરીદેલી કાર સૌથી ખાસ છે.

નીતા અંબાણીએ 12 કરોડની કાર ખરીદી છે. આ લક્ઝરી કાર રોલ્સ રોય્સ ફેન્ટમ VIII છે. આ શાનદાર પિંક કલરની લક્ઝરી કારને નીતા અંબાણીએ કસ્ટમાઇઝ કરાવી છે.

આ સિવાય કારની સીટ પર નીતા મુકેશ અંબાણીના નામના શરૂઆતના અક્ષર NMA લખેલા છે. રોલ્સ રોય્સ પોતાની લક્ઝરી કારમાં આ પ્રકારનું કસ્ટમાઇઝેશનનું ઓપ્શન આપે છે.

નીતા અંબાણીની રોલ્સ રોય્સ ફેન્ટમ VIIIને તેનો અનોખો રંગ વધુ ખાસ બનાવે છે. આ કારને ઓર્કિડ વેલવેટ ઈન્ટિરિયર સાથે રોઝ ક્વાર્ટ્ઝ પેન્ટ સ્કીમથી કલર કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ નીતા અંબાણીએ આ કારમાં સોનું પણ મઢાવ્યું છે. રિપોર્ટ્સ મુજબ આ કારના બોનટ પર બનેલો આ લોગો ‘સ્પિરિટ ઑફ એક્સટેસી’ સોનાનું છે.

નીતા અંબાણીની આ નવી કાર રોલ્સ રોય્સ ફેન્ટમ VIII એક્સટેન્ડેડ વ્હીલ વર્ઝન છે અને ઈન્ટરનેટ પર તેની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.

ફેન્ટમમાં કંપનીએ 6.75 લિટરની કેપેસિટીનું ટ્વિન ટર્બો v12 એન્જિન આપ્યું છે જે 571 bhpની પાવર અને 900Nmનું ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે.