બોલિવૂડ સ્ટાર્સ સાથે બ્રિસબેન પહોંચી સારા તેંડુલકર, ગાબામાંથી શેર કર્યા ફોટો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાઈ રહી છે.

ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમમાં બે ફેરફાર છે. અશ્વિન અને હર્ષિતની જગ્યાએ આકાશ દીપ અને જાડેજાને તક આપવામાં આવી છે.

જોકે, સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે સારા તેંડુલકરનું બ્રિસ્બેનના ગાબા ખાતે પહોંચી હતી.

સારા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ જોવા માટે બ્રિસબેન પહોંચી છે. તેણે સોશિયલ મીડિયા પર તેના ફોટો પણ શેર કર્યા છે.

સારા સ્ટેન્ડમાં બેસીને મેચની મજા માણી રહી હતી.

સારા બ્લૂ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. રસપ્રદ વાત એ છે કે સારાની સાથે બોલિવૂડની અનેક હસ્તીઓ પણ મેચ એન્જોય કરવા પહોંચી હતી.

આ સ્ટાર્સમાં ઈશાન ખટ્ટર, ચાંદની બેંઝ, સંયમી ખેર, પ્રાચી દેસાઈ, વિક્રમ સથાય, મિની માથુર, કબીર ખાન અને સાગરિકા ઘાટકેનો સમાવેશ થાય છે.