અનંત-રાધિકાની હલ્દીમાં આખું બોલિવૂડ સામેલ થયું. બંનેના લગ્ન 12મી જુલાઈના છે. ગઈકાલે યોજાયેલ હલ્દી સેરેમનીની તસવીરો સામે આવી છે.

માનુષી છિલ્લર પીળા રંગનો લહેંગા અને ચોલી પહેરીને ફંક્શનમાં પહોંચી હતી. તેનો લુક એકદમ કિલર હતો.

ઓરી લાઇટ કલરના કુર્તા પાયજામા પહેરેલો જોવા મળ્યો હતો.

સારા અલી ખાને અંબાણી પરિવારના રંગના પોશાક પહેર્યા હતા. એક્ટ્રેસ હલ્દી સેરેમનીમાં ગુજરાતી લહેંગા ચોલી પહેરીને ગુજ્જુ ગર્લના આઉટફિટમાં આવી હતી.

જાહ્નવી કપૂર પીળા રંગની કામદાર ચિકનકારી સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી.

અર્જુન કપૂર ફંક્શનમાં એકલો બ્રાઇટ મરૂન રંગનો કુર્તો પહેરીને પહોંચ્યો હતો.

જાહ્નવી કપૂરનો કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા જાંબલી રંગની શેરવાનીમાં જોવા મળ્યો હતો.

અનન્યા પાંડે પીચ કલરનો અનારકલી સૂટ પહેરીને પહોંચી. તેણે લુક કમ્પ્લીટ કરવા માટે વાળ બાંધ્યા હતા અને તેની સાથે હેવી ઈયરિંગ્સ પહેરી હતી.

સલમાન ખાન બ્લેક પઠાણી કુર્તામાં હલ્દી સેરેમનીમાં હાજરી આપી હતી.

દિશા પરમાર અને રાહુલ વૈદ્ય પણ અંબાણી પરિવારના ફંક્શનમાં સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.

પ્રખ્યાત બોલિવૂડ સિંગર ઉદિત નારાયણ પત્ની દીપા નારાયણ સાથે મેચિંગ આઉટફિટ્સમાં જોવા મળ્યા હતા.