સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન 12 ઓગસ્ટે 29 વર્ષની થઇ ગઇ છે. પટૌડી પરિવારની એકમાત્ર દીકરી હોવાની સાથે સારા દરેકની લાડલી પણ છે.

સારા અલી ખાનની નેટવર્થ 41 કરોડ રૂપિયા છે. એક્ટ્રેસની મોટાભાગની આવક ફિલ્મ, બ્રાંડ સપોર્ટ અને એડ્સથી થાય છે.

સારા એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે જ્યારે દરેક ફિલ્મ માટે 3 કરોડ રૂપિયા લે છે.

સારા અલી ખાન પાસે મર્સિડીઝ બેન્જ જી ક્લાસ 350ડી (1.3 કરોડ), એક જીપ કંપાસ અને એક હોન્ડા સીઆરવી કાર છે.

સારા અલી ખાને 6 વર્ષની કરિયરમાં 9 ફિલ્મમાં કામ કર્યું છે જેમાંથી 6 ફિલ્મ હિટ આપી છે.

સારાની ફિલ્મની વાત કરીએ તો 'કેદારનાથ', 'સિમ્બા', 'લવ આજકલ 2', 'જરા હટકે જરા બચકે' જેવી ફિલ્મ કરી છે.