સારા તેની એક્ટિંગથી ફેન્સને દિવાના બનાવી દે છે. એક્ટ્રેસ હાલમાં જ એક ઈવેન્ટમાં જોવા મળી હતી. જ્યાં તે બાર્બી ડોલની જેમ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
આ દરમિયાન એક્ટ્રેસ પોતાના લુક સાથે બધાનું ધ્યાન આકર્ષી રહી હતી. બેબી પિંક ડ્રેસમાં સારા બાર્બી ડોલ જેવી દેખાતી હતી. સારાએ તેના બાર્બી લુકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
સારાના લુક વિશે વાત કરીએ તો, અભિનેત્રીએ બેબી પિંક કલરનું ટ્યુહ ફ્રોક પહેર્યું હતું, જેના પર એક મોટો બો હતો, જે તેના આઉટફિટને ખૂબ જ સ્ટાઇલિશ લુક આપતો હતો.
સારા અલી ખાને રોમેન્ટિક હેરસ્ટાઇલ સાથે તેના સોફ્ટ મેકઅપને કમ્પ્લીટ કર્યું. તેણે સ્ટડેડ બો ઇયરિંગ્સ પણ પહેરી હતી. અભિનેત્રીના મિની ડ્રેસમાં ઓરસાઇઝ્ડ બોની સાથે એક સ્ટ્રેપલેસ નેકલાઇન હતી. નેકલાઇન પર બનેલું બો તેના ડ્રેસનું મુખ્ય આકર્ષણ હતું.
સારા આ પિંક મિની ડ્રેસમાં તેના ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. સારાએ તેના ગુલાબી લુક સાથે મેચિંગ પિંક બ્લોક હાઈ હીલ્સ પણ પહેરી હતી.
ઓલ પિંક લુકમાં બેડ પર સૂતા-સૂતા એક્ટ્રેસે ઘણા શાનદાર પોઝ આપ્યા. સારાના બાર્બી લુકની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સ તેની સુંદરતા અને સ્ટાઈલના દીવાના થઈ રહ્યા છે.