સંજુ સેમસને રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યો

સોર્સ : Google

સંજુ સેમસને ઓમાન સામે શાનદાર ઈનિંગ રમી હતી. તેને એશિયા કપ 2025માં પહેલીવાર બેટિંગ કરવાની તક મળી, અને તેણે તેનો મહત્તમ ઉપયોગ કર્યો.

સોર્સ : Google

સંજુ સેમસને ઓમાન સામે 45 બોલમાં 56 રન બનાવ્યા. તેણે 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તેણે પોતાની અડધી સદી પૂર્ણ કરવા માટે 41 બોલ લીધા, જે તેની અત્યાર સુધીની સૌથી ધીમી અડધી સદી હતી.

સોર્સ : Google

સંજુ સેમસને આ મેચમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. તેની ઈનિંગે ભારતીય ટીમને 21 રનથી મેચ જીતવામાં મદદ કરી હતી.

સોર્સ : Google

સંજુ સેમસને આ મેચમાં અડધી સદી ફટકારીને એક મોટો રેકોર્ડ બનાવ્યો. તે T20 એશિયા કપમાં 50+ રન બનાવનાર પ્રથમ ભારતીય વિકેટકીપર-બેટ્સમેન બન્યો.

સોર્સ : Google

આ શાનદાર પ્રદર્શન માટે સંજુ સેમસને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો. પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ સાથે, તેણે વધુ એક રેકોર્ડ બનાવ્યો.

સોર્સ : Google

સંજુ સેમસનને T20Iમાં ત્રીજી વખત પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તે ત્રણ વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય વિકેટકીપર છે.

સોર્સ : Google