અંબાણી પરિવારમાં એક વખત ફરી સેલિબ્રેશન શરૂ થવાનું છે. નીતા અને મુકેશ અંબાણીના લાડલા દીકરા અનંત અંબાણી તેની લેડી લવ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.

અનંત અને રાધિકાના લગ્નનું સેલિબ્રેશન 12 જુલાઈથી 14 જુલાઈ સુધી ચાલશે. લગ્નના તમામ ફંક્શન મુંબઈમાં થશે.

અનંત અને રાધિકાના લગ્ન માટે અંબાણી પરિવારમાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. સંગીત માટે રિહર્સલ પણ શરૂ થઈ ગઈ છે.

માહિતી મુજબ, અનંત-રાધિકાના સંગીત પર્ફોર્મન્સ માટે 2 જુદા બેચેસ પ્લાન કરવામાં આવ્યા છે.

ડાન્સ પર્ફોર્મન્સનું એક બેચ અનંતના મિત્રો તરફથી હશે અને બીજું દુલ્હનિયા રાધિકાની ફ્રેન્ડ્સ તરફથી હશે.

સંગીતનું મ્યુઝિક અને ગીત અનંત અને રાધિકાની સુંદર લવ સ્ટોરીને રિપ્રેઝન્ટ કરશે.

સંગીત પર્ફોર્મન્સમાં પણ અનંત-રાધિકાની લવ સ્ટરીની ઝલક જોવા મળશે કે તે બંને કઈ રીતે મળ્યા અને કેવી રીતે તેમની ફ્રેન્ડશિપ આગળ વધી અને પ્રેમમાં પડ્યા.

સંગીતમાં બોલિવૂડ ગીતથી લઈને રાધિકા મર્ચન્ટના પસંદીદા સિંગર્સ કેટી પેરી, બ્રિટની સ્પિયર્સ અને રિહાન્નાના ગીતો વાગવાના છે.

સૂત્રો મુજબ અનંત-રાધિકાના સંગીતના ફંક્શનમાં બોલિવૂડ સ્ટાર્સની પર્ફોર્મન્સ પણ હશે જેમને લગ્ન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

હવે બધા જ અનંત-રાધિકાના ભવ્યાતિભવ્ય લગ્નની રાહ જોઈ રહ્યા છે જ્યારે બંને સાત ફેરા લઈને હંમેશા માટે એક થઈ જશે.