સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા સ્ટાર જેવી લાઇફ જીવે છે. તે માત્ર સારી કમાણી જ નથી કરતો પણ લક્ઝુરિયલ લાઇફ પણ જીવે છે. તે બોડીગાર્ડ હોવા છતાં ઘણી સારી કમાણી કરે છે.

હવે શેરાએ હાલમાં જ એક લક્ઝરી કાર ખરીદી છે. તેણે બ્લેક કલરની રેન્જ રોવર કાર ખરીદી છે જેની કિંમત 1.4 કરોડ રૂપિયા છે.

કારનો ફોટો શેર કરતા શેરાએ લખ્યું, ભગવાનના આશીર્વાદથી અમે આ નવા સભ્યનું અમારા ઘરમાં સ્વાગત કરીએ છીએ.

ઘણા લોકોએ શેરાને કોમેન્ટ સેક્શનમાં અભિનંદન પાઠવ્યા. કેટલાક યુઝર્સે કોમેન્ટ કરી કે, શેરા ભાઈ તમે હોટ છો. કોઈએ લખ્યું કે, જો લાઇફ હોય તો શેરાભાઈ જેવી.

શેરાનું અસલી નામ ગુરમીત સિંહ જોલી છે. તે વર્ષ 1995માં સલમાનનો બોડીગાર્ડ હતો. શેરાની ટાઈગર સિક્યુરિટી નામની પોતાની સિક્યોરિટી કંપની છે.

એક ઈન્ટરવ્યુમાં શેરાએ કહ્યું હતું, જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી હું મારા ભાઈ સાથે રહીશ. આ જ કારણ છે કે, બોલિવૂડની પાર્ટી હોય કે ઈવેન્ટ શેરા હંમેશા સલમાન સાથે રહે છે.

આટલું જ નહીં, શેરાના ઘણા સેલેબ્સ સાથે પણ સારા બોન્ડ છે. શેરાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ જોશો તો તમને ઘણા સેલેબ્સ સાથે તેના ફોટા જોવા મળશે.

થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે, સલમાન ખાન શેરાના દીકરા અબીરને પણ બોલિવૂડમાં લોન્ચ કરશે. જોકે, હાલમાં આ અંગે વધુ અપડેટ નથી.