બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘરે ફાયરિંગની ઘટના પછી સિક્યોરિટી વધારવામાં આવી છે. થોડા સમય પહેલા તેને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ ધમકી આપી હતી.
સલમાન તેની સિક્યોરિટીનું ખૂબ ધ્યાન રાખે છે. સલમાન પાસે બે બુલેટપ્રૂફ કાર પણ છે. જેમાં એક નિસાન પેટ્રોલનું બુલેપ્રૂફ વર્ઝન છે. તેણે આ કાર ઈમ્પોર્ટ કરી હતી.
બીજી રેન્જ રોવર SV છે. સલમાને આ કાર 4.5 કરોડમાં ખરીદી હતી. આ બુલેટપ્રૂફ SUVમાં 3.0 લિટર V6 એન્જિન છે, જે 254 bhpનો પાવર અને 600 Nmનો ટોર્ક જનરેટ કરે છે.
આ બુલેટપ્રૂફ SUVમાં 3.0 લિટર V6 એન્જિન છે, જે 254 bhpનો પાવર અને 600 Nmનો ટોર્ક જનરેટ કરે છે. જોકે, સલમાન આ કારનો વધુ ઉપયોગ નથી કરતો.
સલમાન અત્યારે નિસાન પેટ્રોલ SUVનો ઉપયોગ કરે છે. મોટાભાગે તે આ જ SUVમાં જોવા મળે છે. નિસાન પેટ્રોલ ઓફિશિયલી ભારતમાં વેચાણ માટે અવેલેબલ નથી.
નિસાન પેટ્રોલમાં 5.6 લિટર v8 પેટ્રોલ એન્જિન છે, જે 405hp અને 560 Nm આઉટપુટ આપે છે. આ SUVને 7-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે કનેક્ટ કરવામાં આવી છે.
તેમાં 4 વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ સ્ટાન્ડર્ડ મળે છે. ઉપરાંત 12.3 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 7 ઇંચનું ડ્રાઇવર ડિસ્પ્લે, 10.1 ઇંચ રિયર સીટ એન્ટરટેઇનમેન્ટ સ્ક્રીન અને 13-સ્પીકર બોસ સાઉન્ડ સિસ્ટમ જેવા ફીચર્સ છે.
સેફ્ટી માટે ચારેય તરફ બુલેટપ્રૂફ ગ્લાસ લાગેલા છે. આ ગોળીબારથી B7 લેવલ સુધીની સેફ્ટી આપે છે. એટલે કે સ્નાઇપર રાઇફલ્સ પણ તેના ગ્લાસને તોડીને અંદર બેઠેલા વ્યક્તિને નુકસાન નથી પહોંચાડી શકતી.