IPL 2025માં બધી ટીમોના કેપ્ટનને કેટલી મળશે સેલેરી?
લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતને આ વર્ષે સૌથી વધુ 27 કરોડ રૂપિયા મળશે.
પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરને 26.75 કરોડ રૂપિયા મળશે. ટીમે તેને મેગા ઓક્શનમાં ખરીદ્યો છે.
સનરાઈઝર્સ હૈદરાબાદે મેગા ઓક્શન પહેલા કેપ્ટન પેટ કમિન્સને ૧૮ કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડને 18 કરોડ રૂપિયા મળશે. મેગા ઓક્શન પહેલા ટીમ દ્વારા તેને રિટેન કરવામાં આવ્યો હતો.
સંજુ સેમસનને પણ આ વર્ષે 18 કરોડ રૂપિયા મળશે. ફરી એકવાર તે રાજસ્થાન રોયલ્સ કેપ્ટનસી કરતો જોવા મળશે.
શુભમન ગિલને 16.5 કરોડ રૂપિયા મળશે. IPL 2024 પછી તે ફરીથી ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશિપ કરતો જોવા મળશે.
દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલને 16.5 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. આ વર્ષે તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સે મેગા ઓક્શન પહેલા કેપ્ટન હાર્દિક પંડ્યાને 16.35 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. તેને IPL 2024માં ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રજત પાટીદારને 11 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. આ વર્ષે તે ટીમની કમાન સંભાળશે.
આ વર્ષે કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન અજિંક્ય રહાણે રહેશે. મેગા ઓક્શનમાં ટીમે તેને 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર