કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની હાલ તેની પત્ની અને દીકરી સાથે હાલ પેરિસમાં વેકેશન માણી રહ્યો છે.

ધોનીની પત્ની સાક્ષી ઈન્સ્ટાગ્રામમાં ખૂબ એક્ટિવ રહે છે. તે તેની દીકરી જીવાનું પણ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ કરે છે.

હાલ જીવાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક પેરિસની તસવીરો શેર કરવામાં આવી છે જેમાં ધોની, સાક્ષી અને જીવા જોવા મળી રહ્યા છે.

સાક્ષી આ તસવીરમાં પીળા રંગનો મિડી ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. જ્યારે સાક્ષીની 2019ની પોસ્ટ જોઈ તો જાણવા મળ્યું કે,સાક્ષીનો આ ડ્રેસ 5 વર્ષ જૂનો છે.

સાક્ષીએ સપ્ટેમ્બર 2019માં કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં સાક્ષીએ આ ડ્રેસ પહેર્યો હતો.

શાઇની-રેડી કોટન પોપલિન ફેબ્રિકથી બનેલો આ ડ્રેસ 100 પ્રતિશત કોટન છે. આ ડ્રેસ ફ્રાંસીસી આર્ટિસ્ટ અને એન્ટોમોલોજિસ્ટ યૂજીન સેગુઈના વર્કથી ઈન્સ્પાયર હતો.

ટેક્સાસની ફેમસ વેબસાઇટ modesens પર આ ડ્રેસની કીમત 495 પાઉન્ડ એટલે કે 52,765 રૂપિયા છે, પરંતુ તેના પર 70 ટકા ડિસ્કાઉન્ટ છે એટલે કે આ ડ્રેસ 15,883 રૂપિયાનો છે.

સાક્ષીનો આ ડ્રેસ બોર્ગો ડે નોર લેબલની કોરિન પફ સ્લીવ ડ્રેસ ઇન નોવ્યૂ લિપ્સ ડ્રેસ છે.

આ ઓફ સ્લીવ્સ યલો ડ્રેસ ઉનાળામાં ખૂબ જ કમ્ફર્ટેબલ ફીલ કરાવે છે.