ક્રિકેટર હાર્દિક પંડ્યા અને સર્બિયન ડાન્સર-મૉડલ નતાશા સ્ટેનકોવિકે અચાનક 2020માં તેમની સગાઈના સમાચારે આખી દુનિયાને ચોંકાવી દીધા હતા.
પંડ્યા અને નતાશા વચ્ચે શું થયું, અસલી મુદ્દો હજુ કોઈ જાણતું નથી પરંતુ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. હાર્દિક પંડ્યાને વિદેશી જીવનસાથી સેટ ન થયા.
ભારતીય ક્રિકેટર શિખર ધવનનું દિલ ઓસ્ટ્રેલિયામાં રહેતી ભારતીય મૂળની આયેશા મુખર્જી પર આવ્યું હતું. અગાઉથી છૂટાછેડા અને બાળકોની માતા હોવા છતાં ધવને તેની સાથે લગ્ન કર્યા.
શિખરના કેસમાં પણ તેના વિદેશી જીવનસાથીએ દગો આપ્યો હતો. આયેશા બાળકો સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગઈ અને શિખર ધવનને એકલો છોડી દીધો.
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક વચ્ચેના સંબંધો પણ અચાનક તૂટી ગયા હતા. આ કેસમાં પણ એક ભારતીય ખેલાડીને વિદેશી લાઈફ પાર્ટનર દ્વારા પ્રેમમાં દગો મળ્યો.
એક સમયે સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ખેલાડી સાથે લગ્ન કરીને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ શોએબનું દિલ સના જાવેદ પર આવી ગયું અને સાનિયા વિદેશી સાથે પ્રેમમાં દગો પામી.