ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર અને તેની પત્ની આજે તેમની વેડિંગ એનિવર્સરી મનાવી રહ્યા છે, ત્યારે ચાલો જાણીએ તેમની લાવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ હતી.
સચિન અને અંજલી પહેલી વખત એરપોર્ટ પર મળ્યા હતા.
સચિન તેંડુલકર ઈંગ્લેન્ડ ટૂર પરથી પાછો ફર્યો હતો અને અંજલિ તેની માતાને રિસીવ કરવા એરપોર્ટ પહોંચી હતી.
સચિન પહેલી નજરે જ દિલ હારી બેઠો, જોકે તેમની વચ્ચે વાતચીત બીજી મુલાકાત દરમિયાન થઈ હતી.
રિપોર્ટ્સ અનુસાર બંનેની બીજી મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી. કપલે 5 વર્ષ ડેટિંગ કર્યા બાદ લગ્ન કર્યા હતા.
25 મે 1995ના રોજ 22 વર્ષની ઉંમરે સચિને બાળરોગ નિષ્ણાત ડો. અંજલિ સાથે લગ્ન કર્યા હતા.
અંજલી ગુજરાતી ઉદ્યોગપતિ આનંદ મહેતા અને બ્રિટિશ સોશિયલ વર્કર એન્નાબેલ મહેતાની પુત્રી છે.
તમને જણાવી દઈએ કે અંજલી સચિન કરતા ઉંમરમાં 6 વર્ષ મોટી છે.
સચિન અને અંજલીને બે બાળકો છે, જેમના નામ સારા અને અર્જુન તેંડુલકર છે.