ત્રિરંગો ફરકાવવા સંબંધિત નિયમો: શું કરવું જોઈએ અને શું નહીં, આવો જાણીએ

દેશ 15મી ઓગસ્ટના રોજ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે, આ દિવસે દરેક જગ્યાએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.

પરંતુ તે પહેલા આવો જાણીએ ત્રિરંગો ફરકવવા સંબંધિત કેટલાક નિયમો

1. રાષ્ટ્રધ્વજને સંપૂર્ણ સન્માન અને ગૌરવ સાથે ફરકાવો.

2. રાષ્ટ્રધ્વજને ઝડપથી ફરકાવો અને તેને ધીરે ધીરે નીચે કરો.

3. ખાતરી કરો કે રાષ્ટ્રધ્વજ હંમેશા અન્ય તમામ ધ્વજની ઉપર ઊડે છે.

4. રાષ્ટ્રધ્વજનો ઉપયોગ માત્ર રાષ્ટ્રીય અને રાજ્યની રજાઓના દિવસે જ કરવો જોઈએ.

હવે જાણો તિરંગાનું અપમાન કેવી રીતે થાય છે, એટલે ભૂલ ભૂલથી પણ ન કરો

1. વ્યવસાયિક હિત માટે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરશો નહીં. 2. રાષ્ટ્રધ્વજને જમીન પર કે પાણીમાં પડવા ન દો.

3. નિયુક્ત વાહનો સિવાયના વાહનો પર રાષ્ટ્રધ્વજ બાંધવો નહીં.

4. તમારા ડ્રેસ અથવા યુનિફોર્મ તરીકે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરશો નહીં.