રૂબિના દિલાઇક ઘણી સુપરહિટ સીરિયલો કરી ચુકી છે અને હાલમાં જ તેણે પોતાના લેટેસ્ટ અંડરવોટર ફોટોશૂટથી ધૂમ મચાવી દીધી છે.

તેણે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા ફોટા શેર કર્યા છે જેમાં તેનો દરેક લુક એકદમ કિલર લાગી રહી છે.

રૂબિના દિલાઈકે અંડરવોટર ફોટોશૂટ કરાવ્યું છે. બ્લેક ડ્રેસમાં તે ખૂબ જ આકર્ષક દેખાઈ રહી છે. આ તસવીરો જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ છે કે તે બે બાળકોની માતા છે.

રૂબિના દિલાઈક ગયા વર્ષે નવેમ્બરમાં જોડિયા બાળકોની માતા બની હતી. ડિલિવરી થયાને લગભગ 6 મહિના જ થયા છે અને તે પહેલાની જેમ ફિટ થઈ ગઈ છે.

રૂબિના દિલાઈકે બ્લેક ડ્રેસ સાથે હેવી જ્વેલરી પહેરી છે. તેની સિમ્પલ હેરસ્ટાઇલ પણ ખૂબ જ આકર્ષક લાગે છે. તેનો મેકઅપ અને નેકલેસ પણ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.

રૂબિના દિલાઈકની પોસ્ટ પર ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. કોઈ તેને હોટ કહી રહ્યું છે તો કોઈ તેના પર હાર્ટ ઈમોજીસ મોકલીને પ્રેમ વરસાવી રહ્યું છે.

અભિનેત્રીના અંગત જીવનની વાત કરીએ તો તેણે 21 જૂન 2018ના રોજ લગ્ન કર્યા હતા. તેના પતિ અભિનવ શુક્લા પણ એક્ટર છે. બંને ગયા વર્ષે જ માતા-પિતા બન્યા હતા.

રૂબિનાને બે જોડિયા દીકરીઓ છે, ઝિવા અને અદા. જેનો જન્મ 27 નવેમ્બર 2023ના રોજ થયો હતો.