આઉટ થયા બાદ ગુસ્સે થઈ ગયો RRનો પ્લેયર, BCCI એ ફટકાર્યો દંડ

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મળેલી હાર બાદ IPL 2024માં રાજસ્થાન રોયલ્સની સફર સમાપ્ત થઈ ગઈ છે. હૈદરાબાદે શુક્રવારે ક્વોલિફાયર-2માં રાજસ્થાનને 36 રને હરાવીને ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે.

આ મેચમાં હૈદરાબાદે આપેલા 176ના ટાર્ગેટ સામે રાજસ્થાન 20 ઓવરમાં 7 વિકેટ પર 139 રન જ બનાવી શકી હતી.

આ સાથે હૈદરાબાદની ટીમ 6 વર્ષ બાદ ફાઈનલ રમવા ઉતરશે.

મેચ બાદ BCCIએ શિમરોન હેટમાયર પર તેની મેચ ફીના 10 ટકા દંડ ફટકાર્યો છે. હેટમાયરે આઉટ થયા બાદ ગુસ્સામાં તેનું બેટ સ્ટમ્પ પર માર્યું હતું.

BCCI દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજસ્થાનના બેટ્સમેને પોતાની ભૂલ સ્વીકારી લીધી છે.

BCCIએ જણાવ્યું કે, હેટમાયરે IPLની આચાર સંહિતાની કલમ 2.2 હેઠળ લેવલ-1નો ગુનો કર્યો છે. તેણે ગુનો કબૂલ કર્યો છે.

તેણે મેચ રેફરી દ્વારા આપેલ સજા સ્વીકારી હતી. આચાર સંહિતાના લેવલ-1ના ઉલ્લંઘન માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે.

ખરાબ પ્રદર્શનના કારણે રાજસ્થાનને મહત્ત્વની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.