વ્હાઈટ ટાયર...બૉબર સ્ટાઈલ! Royal Enfieldની બાઈક વધારી દેશે ધબકારા

દેશની અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક Royal Enfield એ તેની બહુપ્રતિક્ષિત બાઇક Goan Classic 350નું અનાવરણ કર્યું છે.

આ એક બોબર સ્ટાઇલ બાઇક છે જે મૂળભૂત રીતે કંપનીના સૌથી વધુ વેચાતા મોડલ Classic 350 પર આધારિત છે.

જો કે, આ બાઇકમાં ઘણો બદલાવ કરવામાં આવ્યો છે જે તેને ક્લાસિકથી સંપૂર્ણપણે અલગ બનાવે છે.

ગોઆન ક્લાસિક 350 નિયમિત ક્લાસિક 350 પર આધારિત છે. પરંતુ બોબરના સ્ટાન્સ અને અપીલને જાળવી રાખવા માટે ડિઝાઇન અને ઉપકરણોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.

ક્લાસિકની જેમ આ બાઇકને ડબલ ડાઉન-ટ્યુબ ચેસિસ પર બનાવવામાં આવી છે. બાઇકમાં સબફ્રેમ નથી, પરંતુ તેના બદલે બોબર-સ્ટાઈલની ઓવરહેંગ સીટ છે જેમાં દૂર કરી શકાય તેવી પિલિયન સીટ છે.

વર્તમાન રેગ્યુલર ક્લાસિક 350 મોડલમાં કંપનીએ આગળના ભાગમાં 19 ઈંચ અને પાછળના ભાગમાં 18 ઈંચના વ્હીલ્સ આપ્યા છે.

જ્યારે આ નવી ગોઆન ક્લાસિકમાં આગળના ભાગમાં 19 ઇંચ અને પાછળના ભાગમાં 16 ઇંચના વ્હીલ્સ છે. જેના કારણે બાઇકનો પાછળનો ભાગ એકદમ નીચો દેખાય છે. પરંતુ વ્હીલ્સનું આ મેનેજમેન્ટ બોબર સ્ટાઈલ માટે એકદમ યોગ્ય છે.

ગોઆન ક્લાસિકનું એન્જિન મિકેનિઝમ ક્લાસિક 350 જેવું જ છે. ગોઆમાં પણ સમાન J-સિરીઝ 349 cc સિંગલ-સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન છે.

જે 20 bhpનો પાવર અને 27 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.

બ્રેકિંગની વાત કરીએ તો બંને છેડે ડિસ્ક બ્રેક્સ ઉપલબ્ધ છે. જે ડ્યુઅલ-ચેનલ એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS)થી સજ્જ છે. બાઇકનું વજન 197 કિલો છે.

અત્યારે આ બાઇકના લોન્ચિંગ પહેલા તેની કિંમત વિશે કશું કહેવું મુશ્કેલ છે. પરંતુ એવું માનવામાં આવે છે કે કંપની નવી Goan Classic 350ને 2.10 લાખની પ્રારંભિક કિંમતે લોન્ચ કરી શકે છે.

વર્તમાન ક્લાસિક 350ની કિંમત 1.93 લાખથી શરૂ થાય છે અને ટોચના વેરિઅન્ટ માટે રૂ. 2.25 લાખ સુધી જાય છે.