દેશની અગ્રણી પર્ફોમન્સ બાઈક ઉત્પાદન કંપની રોયલ એનફિલ્ડ તેની ઉત્તમ બાઈક માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.
ગયા વર્ષે નવેમ્બરમાં, કંપનીએ ભારતીય બજારમાં તેની નવી બાઈક 'સ્ક્રેમ 400' લોન્ચ કરી હતી. જેની ડિલીવરી આ વર્ષે તાજેતરમાં શરુ કરવામાં આવી છે.
બાઈકની ડિલીવરીના થોડા મહિના પછી જ આ બાઈકમાં કેટલીક ટેકનીકલ ખામીઓ દેખાવા લાગી છે. જેના કારણે કંપનીએ તેના બુકિંગ, વેચાણ અને ડિલીવરી પર પ્રતિબંધ મુકીઓ છે.
કહેવામાં આવી રહ્યું છે કે બાઈકના એન્જિનમાં કંઇક સમસ્યા જોવા મળી છે. જેના કારણે બાઈક સ્ટાર્ટ કરવામાં સમસ્યા થાય છે.
જોકે બધી બાઈકમાં આવું નથી, પણ કેટલીક બાઈક સ્ટાર્ટ કર્યા પછી પણ ચાલુ થતી નથી. આ સમસ્યા મેગ્નેટોમાં Woodruff નામના ઘટકને કારણે થઈ છે.
રોયલ એનફિલ્ડ આ સમસ્યા પર કામ કરી રહ્યું છે અને આ ટેકનિકલ ખામી ખુબજ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.
હાલમાં, આ બાઈકનુ વેચાણ અને બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.
જેણે બાઈક પહેલાથી જ બૂક કરાવી લીધી છે તેવા ગ્રાહકોને કંપનીએ જાણ કરવાનું શરૂ કરી દીધું છે. એવું માનવામાં આવે છે કે જુન સુધીમાં તેનું વેચાણ ફરી શરૂ થશે.
તેમાં 443 સીસી એર/ઓઈલ-ફૂલ્ડ, સિંગલ- સિલિન્ડર એન્જિન છે. જે 25.4hp પાવર અને 34Nm ટોર્ક જનરેટ કરે છે.