રોહિત શર્માએ બનાવ્યો શરમજનક રેકોર્ડ, આ યાદીમાં પહેલા નંબર પર પહોંચ્યો
ગઈકાલે ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે IPL 2025ની ત્રીજી મેચ રમાઈ હતી. જેમાં CSKએ 4 વિકેટે જીત મેળવી હતી.
આ મેચમાં મુંબઈના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. આ મેચમાં રોહિત શૂન્ય પર આઉટ થઈ ગયો હતો. તે IPLમાં 18મી વખત ડક પર આઉટ થયો હતો.
આ સાથે તે IPLમાં સૌથી વધુ વખત ડક પર આઉટ થનાર ખેલાડી બની ગયો છે. તેણે આ મામલે ગ્લેન મેકસવેલ અને દિનેશ કાર્તિકની બરાબરી કરી છે. ચાલો તમને જણાવીએ કે આ યાદીમાં અન્ય ક્યા ખેલાડી સામેલ છે.
ગ્લેન મેક્સવેલ IPLમાં અત્યાર સુધી 18 વખત ડક પર આઉટ થયો છે.
દિનેશ કાર્તિક પણ IPLમાં 18 વખત ડક પર આઉટ થયો છે.
પીયૂષ ચાવલા IPLમાં 16 વખત ડક પર આઉટ થયો છે.
સુનીલ નારાયણ IPLમાં અત્યાર સુધી 16 વખત ડક પર આઉટ થયો છે.
રાશિદ ખાન IPLમાં અત્યાર સુધી 15 વખત ડક પર આઉટ થયો છે.
મનદીપ સિંહ પણ IPLમાં 15 વખત ડક પર આઉટ થયો છે.
મનીષ પાંડે IPLમાં અત્યાર સુધી 14 વખત ડક પર આઉટ થયો છે.