સચિન-કોહલીની એલિટ લિસ્ટમાં સામેલ થવાથી એક મેચ દૂર છે રોહિત શર્મા

સોર્સ : Google

T20I અને ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કરવાથી એક મેચ દૂર છે.

સોર્સ : Google

ODI ક્રિકેટમાં 11,000થી વધુ રન બનાવનાર રોહિત છેલ્લે આ વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારત માટે રમતો જોવા મળ્યો હતો.

સોર્સ : Google

એવું માનવામાં આવે છે કે રોહિત ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝમાં રમતાતો જોવા મળશે. ભારતીય ટીમ 3 મેચની ODI અને 5 મેચની T20I સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પર જશે. ODI સિરીઝ 19 ઓક્ટોબરથી શરૂ થશે.

સોર્સ : Google

રોહિતે તેની 18 વર્ષની કારકિર્દીમાં ભારત માટે અત્યાર સુધીમાં 499 (67 ટેસ્ટ, 273 ODI, 129 T20I) મેચ રમી છે અને જો તે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝનો ભાગ બને છે, તો તે એક ખાસ સિદ્ધિ મેળવી શકે છે.

સોર્સ : Google

રોહિત 500 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પાંચમો ભારતીય ક્રિકેટર બનશે. અત્યાર સુધી ભારત માટે ફક્ત સચિન તેંડુલકર (664), વિરાટ કોહલી (550), મહેન્દ્ર સિંહ ધોની (535) અને રાહુલ દ્રવિડ (504) એ જ 500 કે તેથી વધુ મેચ રમી છે.

સોર્સ : Google

આટલું જ નહીં, રોહિત પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂરા કરવાની પણ તક હશે. તેણે અત્યાર સુધી 499 મેચોમાં 19,700 રન બનાવ્યા છે.

સોર્સ : Google