IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમવા ઉતર્યો.

ટોસ દરમિયાન MI કેપ્ટને આ જણાવ્યું તો ચાહકો દ્વારા સોશિયલ મીડિયા પર પંડ્યાને ટ્રોલ કરવામાં આવ્યો.

ઈમ્પેક્ટ સબ તરીકે રમવા ઉતરેલો રોહિત 12 બોલમાં લગભગ 11 રન જ કરી શક્યો.

સુનીલ નરેન સામે મોટો શોટ મારવાના પ્રયત્નમાં તેણે પવેલિયન ફરવું પડ્યું.

મુંબઈ ઈન્ડિયન્સની આ 11 મેચમાં આઠમી હાર થતાં પાંચ વખતની ચેમ્પિયન ટીમ માટે પ્લેઓફના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે.

પીયૂષ ચાવલાએ રોહિતને પીઠ દર્દની સમસ્યા થઈ હોવાનું જણાવ્યું હતું.

રોહિતને પીઠ જકડાઈ જવાના કારણે કોલકાતા નાઈટ રાઈડર્સની સામે ઈમ્પેક્ટ સબ રમવા માટે મજબૂર થવું પડ્યું.

'તેને પીઠમાં તકલીફ હતી તેથી સુરક્ષાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો'.