રોહિત શર્માએ 18 વર્ષના કરિયરમાં પહેલીવાર કર્યું આ કામ
ભારતીય ટીમે 9 માર્ચે દુબઈમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું છે.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ 83 બોલમાં 76 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી.
76 રનની આ ઈનિંગમાં રોહિત શર્માના બેટમાંથી કુલ સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા લાગ્યા હતા.
ફાઈનલની આ ઈનિંગ રોહિત માટે હંમેશા યાદગાર રહેશે. કારણ કે રોહિતે 18 વર્ષ પછી ફાઈનલ મેચમાં ખાસ સિદ્ધિ મેળવી છે.
રોહિતે ક્યારેય ICC ટૂર્નામેન્ટની ફાઈનલમાં 50 રનનો આંકડો નહતો સ્પર્શ્યો.
રોહિતે અગાઉ 8 ICC ટૂર્નામેન્ટની ફાઈનલ રમી હતી પરંતુ તે ક્યારેય આ સિદ્ધિ નહતો મેળવી શક્યો.
તમને જણાવી દઈએ કે આ પહેલા, ICC ટૂર્નામેન્ટની ફાઈનલમાં રોહિત શર્માનો હાઈએસ્ટ સ્કોર 47 રન હતો. જે ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે બનાવ્યો હતો.
રોહિતે કેપ્ટન તરીકે બે ICC ટ્રોફી જીતી લીધી છે. ગયા વર્ષે, રોહિતની કેપ્ટનશીપમાં, ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો.