આગામી શ્રીલંકા પ્રવાસ દરમિયાન રોહિત શર્મા વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે. શ્રીલંકા સામેની મેચમાં રોહિત ત્રણ છગ્ગા ફટકારવામાં સફળ રહ્યો તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનાર કેપ્ટન બની જશે. અત્યાર સુધીમાં તેણે કુલ 231 છગ્ગા ફટકાર્યા છે.
ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે 211 છગ્ગા ફટકાર્યા છે.
હાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગનના નામે છે.
રિકી પોન્ટિંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે 171 છગ્ગા ફટકારયા હતા.
વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે 138 છગ્ગા ફટકારયા છે.
મોર્ગને કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 233 છગ્ગા ફટકાર્યા છે. રોહિત મોર્ગનેનો રેકોર્ડ તોડવા માત્ર ત્રણ છગ્ગા જ દુર છે.