ટીમ ઈન્ડિયાએ ODI સિરીઝની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટથી હરાવ્યું હતું, જેમાં રોહિત શર્મા સ્ટાર પર્ફોર્મર રહ્યો હતો.
સોર્સ : ESPNcricinfo
પોતાના ફોર્મ, ફિટનેસ અને ઉંમર અંગે પ્રશ્નોનો સામનો કરી રહેલા રોહિતે છેલ્લી મેચમાં શાનદાર સદી ફટકારી ટીમને જીત અપાવી હતી.
સોર્સ : ESPNcricinfo
નિવૃત્તિ અંગેની અટકળો વચ્ચે, રોહિતે 121 રનની અણનમ ઈનિંગ રમી અને 202 રનના હાઈએસ્ટ સ્કોર સાથે સિરીઝનો અંત કર્યો હતો.
સોર્સ : ESPNcricinfo
રોહિતને તેના પ્રદર્શન માટે સિડની ODIમાં 'પ્લેયર ઓફ ધ મેચ' અને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
સોર્સ : ESPNcricinfo
આ સાથે, રોહિત ODI ક્રિકેટમાં 'પ્લેયર ઓફ ધ સિરીઝ' એવોર્ડ જીતનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય ક્રિકેટર બન્યો. તેણે ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો.
સોર્સ : ESPNcricinfo
રોહિતે 38 વર્ષ અને 178 દિવસની ઉંમરે આ એવોર્ડ જીત્યો, આ સાથે તેણે એમએસ ધોની (37 વર્ષ અને 194 દિવસ) ના રેકોર્ડને તોડ્યો. ધોનીએ પણ ઓસ્ટ્રેલિયામાં જ આ એવોર્ડ જીત્યો હતો.
સોર્સ : ESPNcricinfo
એટલું જ નહીં, રોહિતે આ સિરીઝમાં સૌથી વધુ છગ્ગા (5), ચોગ્ગા (21), 50+ સ્કોર (2) ફટકાર્યા, જ્યારે સિરીઝની એકમાત્ર સદી પણ તેના બેટમાંથી આવી હતી.