રોહિત અને વિરાટને ટેસ્ટમાંથી નિવૃત્તિ બાદ પણ મળશે કરોડોનું ઈનામ
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ તાજેતરમાં જ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ પહેલા બંને ખેલાડીઓએ T20I ફોર્મેટને અલવિદા કહી દીધું હતું.
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ભલે ટેસ્ટ ફોર્મેટ છોડી દીધું હોય. પરંતુ ટૂંક સમયમાં તેને કરોડો રૂપિયાનું ઈનામ મળવાનું છે.
ICC એ WTC 2023-25 માટે પ્રાઈઝ મનીની જાહેરાત કરી છે. ભારતીય ટીમ ભલે ફાઈનલમાં નથી પહોંચી, પણ તેને કરોડો રૂપિયા મળવાના છે.
આ વખતે વિજેતા ટીમને લગભગ 31 કરોડ રૂપિયા આપવામાં આવશે. જ્યારે રનર-અપને લગભગ 18.5 કરોડ રૂપિયા મળશે. આ ઉપરાંત, ત્રીજા ક્રમે રહેલી ટીમને આશરે 12.31 કરોડ રૂપિયા મળશે.
ભારતીય ટીમ WTC 2023-25માં ત્રીજા ક્રમે રહી છે. આવી સ્થિતિમાં, તેને ICC તરફથી 12.31 કરોડ રૂપિયા મળશે. જે ટીમનો ભાગ રહેલા ખેલાડીઓમાં વહેંચવામાં આવશે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી 2023-25ની WTCમાં ભારતીય ટીમનો ભાગ હતા. આવી સ્થિતિમાં, આ બંને ખેલાડીઓને પણ તેમાંથી હિસ્સો મળશે.
ભારતીય ટીમ હવે આવતા મહિને ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવા જશે. આ WTC 2025-27ની પ્રથમ સિરીઝ હશે.