ઋષિ કપૂરની ચોથી મૃત્યુ તિથિએ ભાવુક થયા પત્ની, પુત્રી અને જમાઈ, લખી આવી પોસ્ટ

આજે 30મી એપ્રિલે સુપ્રસિદ્ધ અભિનેતા ઋષિ કપૂરની પુણ્યતિથિ છે. અભિનેતાના મૃત્યુને આજે ચાર વર્ષ પુરા થયા છે.

ઋષિ કપૂરની પુણ્યતિથિ પર, અભિનેતાની પ્રિય પુત્રી રિદ્ધિમા કપૂર અને પત્ની નીતુ કપૂરે તેમને યાદ કર્યા છે. તેના પિતાની પુણ્યતિથિ પર રિદ્ધિમાએ તેમનો એક થ્રોબેક ફોટો શેર કર્યો છે.

ફોટોની સાથે રિદ્ધિમાએ કેપ્શનમાં લખ્યું - જેને આપણે પ્રેમ કરીએ છીએ તે આપણાથી દૂર જતા નથી, પરંતુ આપણી સાથે જ હોય છે.

ઋષિ કપૂરના જમાઈ ભરત સાહની પણ અભિનેતાને યાદ કરી રહ્યા છે. ભરતે સસરા ઋષિ કપૂર સાથે ફેમિલી આઉટિંગની તસવીર શેર કરી છે. ફોટોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું - 'તમામ સુંદર યાદો માટે આભાર.

નીતુ કપૂરે પણ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઋષિ કપૂર માટે આ પોસ્ટ ફરીથી શેર કરી છે.

નીતુ કપૂર પોતાના પતિ ઋષિ કપૂરને યાદ કરીને ભાવુક થઈ ગઈ હતી. તેમની પોસ્ટ જણાવે છે કે પરિવાર ઋષિ કપૂરને કેટલો મિસ કરે છે.

આ સિવાય નીતુ કપૂરે ઋષિ કપૂર સાથેની પોતાની તસવીર પણ શેર કરી છે. ફોટામાં ઋષિ કપૂર અને નીતુ હસતા અને કેમેરા સામે પોઝ આપી રહ્યાં છે. બંને એકસાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

ઋષિ કપૂર એક જિંદાદિલ વ્યક્તિ હતા. પરંતુ કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડ્યા બાદ તેમણે 30 એપ્રિલ 2020ના રોજ દુનિયાને અલવિદા કહી દીધું. તેમની વિદાયથી તમામ ચાહકો અને પરિવારજનો ભારે આઘાત લાગ્યો હતો.

બોલીવુડના દિગ્ગજ દિવંગત અભિનેતા ઋષિ કપૂર ભલે હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ તેમના પરિવાર અને ચાહકોની યાદોમાં હંમેશા જીવંત રહેશે.