રિષભ પંતે બનાવ્યો રેકોર્ડ, આ મામલે વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડ્યો
સોર્સ : ESPNcricinfo
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કોલકાતામાં ટેસ્ટ સિરીઝની પહેલી મેચ રમાઈ રહી છે. જેનો આજે (15 નવેમ્બર) બીજો દિવસ છે.
સોર્સ : ESPNcricinfo
આ મેચની પહેલી ઇનિંગમાં ભારતે સાઉથ આફ્રિકાની ટીમને માત્ર 159 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી.
સોર્સ : ESPNcricinfo
બીજા દિવસે, ભારતીય ટીમની બેટિંગ દરમિયાન રિષભ પંતે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.
સોર્સ : ESPNcricinfo
પંત ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બની ગયો છે, તેણે અત્યાર સુધી 92 છગ્ગા ફટકાર્યા છે.
સોર્સ : ESPNcricinfo
ભારત માટે ટેસ્ટ મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાની યાદીમાં રિષભ પંત પછી વીરેન્દ્ર સેહવાગ (90), રોહિત શર્મા (88), રવિન્દ્ર જાડેજા (80) અને મહેન્દ્ર સિંહ ધોની (78) નો સમાવેશ થાય છે.
સોર્સ : ESPNcricinfo
પંતે કોલકાતા ટેસ્ટમાં 24 બોલમાં 27 રન બનાવ્યા હતા, તેણે આ ઈનિંગમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. તે કોર્બિન બોશ ના બોલ પર આઉટ થયો હતો.
સોર્સ : ESPNcricinfo
સેહવાગે ટેસ્ટ ક્રિકેટમાં કુલ મળીને 91 છગ્ગા ફટકાર્યા છે, જેમાં એક છગ્ગો વર્લ્ડ ઈલેવન તરફથી રમતી વખતે ફટકાર્યો હતો.
સોર્સ : ESPNcricinfo
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના નામે છે. તેણે ટેસ્ટમાં અત્યાર સુધી 136 છગ્ગા ફટકાર્યા છે.