ICC દ્વારા માન્યતા પ્રાપ્ત 108 દેશોમાં ક્રિકેટ રમાય છે પરંતુ સૌથી અમીર ક્રિકેટ બોર્ડ BCCI છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અનેક જગ્યાએથી કમાણી કરે છે જેમાં ટીમ ઇન્ડિયાની સ્પૉન્સરશિપ અને મીડિયા ડીલનું મોટું યોગદાન છે.
BCCIને સૌથી વધુ કમાણી IPLની સ્પૉન્સરશિપ અને તેની મીડિયા રાઇટ્સ ડીલથી થઇ છે જે તેને 2022માં 48390 કરોડ રૂપિયામાં વેચી હતી.
બોર્ડના ખજાનામાં ગત નાણાકીય વર્ષ બાદ 16 હજાર કરોડ રૂપિયા કરતા વધુનું બેન્ક બેલેન્સ છે. IPL 2023 સીઝનથી જ બોર્ડે 11 હજાર કરોડથી વધુની કમાણી કરી લીધી છે.
કરન્ટ એકાઉન્ટથી લઇને FD સુધી ભારતીય બોર્ડ પાસે 16493.2 કરોડ રૂપિયા છે. સેવિંગ્સ સાધનોમાં BCCIએ જેટલી કમાણી કરી છે તેના બદલામાં કરોડોમાં GST પણ ચુકવ્યું છે. BCCIએ જણાવ્યું કે તેને કૂલ 2038 કરોડ GST ભર્યું છે.
BCCIની કૂલ સંપત્તિ 2.25 અબજ ડૉલર એટલે કે 18,700 કરોડ રૂપિયા છે. આ રકમ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ કરતા 28 ઘણુ વધારે છે.