IPL 2025 માટે આ 5 ખેલાડીઓને રિટેન કરી શકે છે RCB
BCCIએ હજુ સુધી IPL 2025 મેગા ઓક્શન પહેલા ટીમો માટે રીટેન્શન પોલિસી જાહેર નથી કરી. આ કારણે ફ્રેન્ચાઈઝીઓને પોતાની ટીમ બનાવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અહેવાલો અનુસાર, BCCI 6થી વધુ ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી નહીં આપે, જેમાં રાઈટ ટુ મેચ પણ સામેલ છે. આવી સ્થિતિમાં, 10 ટીમો માટે એ ખૂબ જ મુશ્કેલ નિર્ણય છે કે કોને રિટેન કરવા અને કોને રિલીઝ કરવા.
RCBની ટીમ ગત સિઝનમાં પ્લેઓફમાં પહોંચી હતી, પરંતુ હવે તેણે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો પણ લેવા પડશે. કદાચ સૌથી મોટો નિર્ણય એ છે કે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને રિટેન કરવો કે નહીં.
ડુપ્લેસીસ 40 વર્ષનો છે. તેની ફિટનેસ શાનદાર છે, પરંતુ બેટિંગમાં કન્સીસ્ટન્સીનો અભાવ છે. આવી સ્થિતિમાં RCB શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. તે પહેલા, અમે તમને અહીં જણાવી રહ્યા છીએ કે ફ્રેન્ચાઈઝી કયા ખેલાડીઓને રિટેન કરી શકે છે.
ટીમની પ્રથમ પસંદગી નિશ્ચિત છે. ભલે વિરાટ કોહલી ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો હોય, પરંતુ તે હજુ પણ પોતાની ફ્રેન્ચાઈઝી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
વિરાટ IPL 2024 સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. તેણે 741 રન બનાવ્યા હતા. RCB તેને રિલીઝ કરવાનો વિચાર પણ નહીં કરે.
મોહમ્મદ સિરાજ RCB માટે બેસ્ટ ફાસ્ટ બોલર છે. કોહલીની સાથે તે પણ ટીમના મહત્ત્વના ખેલાડીઓમાંથી એક છે. ગત સિઝનમાં તેનું પ્રદર્શન એટલું સારું ન હોવા છતાં, ફ્રેન્ચાઈઝી હજુ પણ તેના પર વિશ્વાસ રાખી શકે છે.
ગુજરાત ટાઈટન્સમાંથી RCBમાં આવ્યા બાદ યશ દયાલે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. તેણે ઘણા ટીકાકારોને ખોટા સાબિત કર્યા છે અને તે RCB માટે મહત્ત્વના ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે.
2024ની સિઝન બાદ દયાલે નેશનલ ટીમના સિલેક્ટર્સને પણ પ્રભાવિત કર્યા છે. તે આગામી પેઢીના મહત્ત્વના ખેલાડી તરીકે ઉભરી શકે છે અને ટૂંક સમયમાં ભારતીય ટીમમાં પણ ડેબ્યુ કરી શકે છે.
રજત પાટીદાર મિડલ ઓર્ડરનો બેટ્સમેન છે જેણે છેલ્લા કેટલાક વર્ષોમાં RCB માટે સારું પ્રદર્શન કર્યું છે. ટીમમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત છે. ટીમમાં તેના સ્થાન માટે કોઈ ખાસ સ્પર્ધા નથી.
ગ્લેન મેક્સવેલના ખરાબ પ્રદર્શન બાદ ટીમ વિલ જેક્સ અને કેમેરોન ગ્રીનની સાથે વિદેશી ખેલાડીઓના બે સ્લોટ ભરે તેવી અપેક્ષા છે. જો RCB દયાલને રિટેન કરવા માંગે છે તો ગ્રીન અને જેક બંનેને રિટેન કરવા મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં ફ્રેન્ચાઈઝી ગ્રીનને બદલે વિલ જેક્સને પસંદ કરી શકે છે.