RCB એ રચ્યો ઈતિહાસ, IPLમાં પહેલીવાર બન્યું આવું

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ 27 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને તેના હોમ ગ્રાઉન્ડમાં હરાવ્યું હતું.

RCB એ IPL ઈતિહાસમાં ત્રીજા સૌથી મોટા સ્કોરને ચેઝ કરીને આ મેચ જીતી હતી.

LSG એ 228 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે RCB એ 8 બોલ બાકી રહેતા ચેઝ કર્યો અને પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને પહોંચીને ક્વોલિફાયર-1 માં પ્રવેશ કર્યો.

RCB એ લખનૌમાં આ મેચમાં જીતીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.

IPLના 18 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ ટીમે લીગ સ્ટેજ દરમિયાન તેની બધી આવે મેચ જીતી છે.

RCB એ આ સિઝનમાં લીગ સ્ટેજમાં 14માંથી 7 મેચ અન્ય ટીમોના હોમ ગ્રાઉન્ડ પર રમી અને બધી જીતીને એક રેકોર્ડ બનાવ્યો છે.