રવીન્દ્ર જાડેજા 300 કે તેથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલરોની યાદીમાં સ્થાન મેળવવાથી માત્ર એક વિકેટ દૂર છે. જાડેજાએ 73 મેચમાં 299 વિકેટ લીધી છે.
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ ત્રીજા સ્થાને છે. ભારત માટે ટેસ્ટમાં તેણે 131 મેચમાં 434 વિકેટ લીધી છે.
ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ સ્પિનર અનિલ કુંબલેના નામે છે. કુંબલેએ 132 મેચમાં 619 વિકેટ લીધી છે.
હરભજન સિંહે ભારત તરફથી રમતા 103 ટેસ્ટ મેચમાં 417 વિકેટ લીધી છે. હરભજને તેની કારકિર્દીમાં 25 વાર પાંચ વિકેટ પણ લીધી હતી.
રવિચંદ્ર અશ્વિન ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારો બીજો બોલર છે. અશ્વિને 101 મેચમાં 37 પાંચ વિકેટ સાથે 522 વિકેટ લીધી છે.
ઈશાંત શર્મા અને ઝહીર ખાને ભારત માટે 311-311 ટેસ્ટ વિકેટ લીધી છે. ટીમ ઈન્ડિયા માટે ઈશાંતે 105 અને ઝહીર ખાને 92 મેચ રમી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર