રવિન્દ્ર જાડેજા આ મામલે સચિન તેંડુલકરથી પણ આગળ નીકળ્યો
સોર્સ : ESPNcricinfo
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડમાં પોતાની બેટિંગથી ધમાલ મચાવી દીધી.
સોર્સ : ESPNcricinfo
શુભમન ગિલ, કેએલ રાહુલ, રિષભ પંત અને યશસ્વી જયસ્વાલ જેવા બેટ્સમેનોને કઠિન સ્પર્ધા આપતા જાડેજાએ પણ રનનો પહાડ બનાવ્યો.
સોર્સ : ESPNcricinfo
ઓવલ ખાતે રમાયેલી છેલ્લી ટેસ્ટમાં જાડેજાનું વર્ચસ્વ ચાલુ રહ્યું અને તેણે બીજી ઈનિંગમાં શાનદાર અડધી સદી ફટકારી.
સોર્સ : ESPNcricinfo
જાડેજાએ 53 રનની ઈનિંગ રમી, જે આ સિરીઝમાં તેની પાંચમી અડધી સદી હતી, જ્યારે તેણે 1 સદી પણ ફટકારી હતી.
સોર્સ : ESPNcricinfo
આ સાથે જાડેજાએ આ સિરીઝમાં 500 રન પૂર્ણ કર્યા અને 10 ઈનિંગમાં 86ની એવરેજ સાથે કુલ 516 રન સાથે સિરીઝનો અંત કર્યો.
સોર્સ : ESPNcricinfo
ખાસ વાત એ છે કે જાડેજાએ તે કર્યું જે મહાન બેટ્સમેન સચિન તેંડુલકર તેની કારકિર્દીમાં ક્યારેય નથી કરી શક્યો. સચિને ક્યારેય એક ટેસ્ટ સિરીઝમાં 500 રનનો આંકડો પાર નથી કર્યો. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં તેણે સૌથી વધુ 493 રન બનાવ્યા છે.
સોર્સ : ESPNcricinfo
જાડેજા આ સિરીઝમાં 500 રન બનાવનાર માત્ર ત્રીજો બેટ્સમેન બન્યો અને સંયોગથી ત્રણેય ખેલાડી ભારતીય ટીમના છે. તેના પહેલા ગિલ અને કેએલ રાહુલ આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે.