રવિન્દ્ર જાડેજાએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ, આ કારનામું કરનાર એકમાત્ર ખેલાડી બન્યો
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે, જે દરેક ક્રિકેટ પ્રેમીઓએ જાણવો જ જોઈએ. ચાલો જાણીએ આ રેકોર્ડ વિશે.
જાડેજા છેલ્લા 1152 દિવસથી ICC મેન્સ ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોપ પર છે. આવી સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો એકમાત્ર ખેલાડી છે.
રવિન્દ્ર જાડેજાની ગણતરી બેસ્ટ ઓલરાઉન્ડર ખેલાડીઓમાં થાય છે. તે લાંબા સમયથી ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં નંબર-1 સ્થાન ધરાવે છે.
રવિન્દ્ર જાડેજા ICC ટેસ્ટ ઓલરાઉન્ડર પ્લેયર રેન્કિંગમાં 400 રેટિંગ પોઈન્ટ સાથે નંબર વન પર છે. મેહદી હસન મિરાઝ 327 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આમ જોઈએ તો જાડેજા નીરાઝ કરતા ઘણો આગળ છે.
રવિન્દ્ર જાડેજા 2022થી ICC ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં પહેલું સ્થાન ધરાવે છે, જે અત્યાર સુધી (15 મે) કુલ 1152 દિવસ છે.
રવિન્દ્ર જાડેજાના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો, તેણે અત્યાર સુધીમાં કુલ 80 ટેસ્ટ, 204 ODI અને 74 T20I રમી છે.
આ દરમિયાન, જાડેજાએ ટેસ્ટમાં 3370 રન, ODIમાં 2806 રન અને T20Iમાં 515 રન બનાવ્યા છે. તે જ સમયે, તેણે ટેસ્ટમાં 323, ODIમાં 231 અને T20Iમાં 54 વિકેટ પણ લીધી છે. તેણે ગયા વર્ષે T20Iમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, હવે તે ટેસ્ટ અને ODIમાં રમતો જોવા મળશે.